ઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લેતા ટ્રાયબલ અફેર્સ મંત્રીશ્રી દુર્ગાદાસ ઉઈકે
‘સૈનિક શાળામાંથી મેળવી રહેલા જ્ઞાન અને શિસ્તના આધારે વિધાર્થીઓ રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના કેળવી રહ્યા છે:’ ટ્રાયબલ અફેર્સ મંત્રીશ્રી દુર્ગાદાસ ઉઈકે
ટ્રાયબલ અફેર્સ મંત્રીશ્રી દુર્ગાદાસ ઉઈકે ઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર અને બારડોલીના સાસંદશ્રી પ્રભુભાઇ વસાવા જોડાયા હતા.
આ મુલાકાત સમયે ટ્રાયબલ અફેર્સ મંત્રીશ્રી દુર્ગાદાસ ઉઈકેએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી જો એકાગ્રતાથી અભ્યાસ અને કાર્ય કરે તો તે જીવનમાં કોઈપણ પડકારને સરળતાથી પાર કરી શકે છે. એકાગ્રતા એ સફળતાની ચાવી છે, અને જે કાર્યમાં મનની એકાગ્રતા હોય છે તે કાર્ય હંમેશાં શ્રેષ્ઠ ફળ આપે છે. સૈનિક શાળામાંથી મેળવી રહેલા જ્ઞાન અને શિસ્તના આધાર પર વિધાર્થીઓ રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના કેળવી રહ્યા છે. જે દેશના ઉજ્જવળ ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા, જિ.પં.ના મહિલા બાળવિકાસ સમિતિના અધ્યક્ષશ્રી દરિયાબેન વસાવા, ઉમરપાડાના તા.પં.પ્રમુખશ્રી રમેશભાઈ વસાવા, ટ્રાયબલ સબ પ્લાન માંડવીના પ્રાયોજના વહીવટદારશ્રી જયંતભાઈ રાઠોડ, માંડવી નાયબ કલેક્ટરશ્રી, ટ્રાયબલ સબ પ્લાન માંડવીના આદિજાતિ શિક્ષણ કમિશ્નરશ્રી આર.બી.બારડ, અગ્રણીશ્રી જીગરભાઇ નાયક, રાજેશભાઇ પટેલ, કિશનભાઇ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





