Traffic Tail

આજે નર્મદ યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર યોજાશે: રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક.

SHARE:

આજે નર્મદ યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર યોજાશે: રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક.

 

 સુરતઃબુધવારઃ સુરત રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૦૪/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૦.૦૦ થી ૨.૩૦ દરમિયાન VNSGUના કન્વેન્શન હોલમાં મેગા જોબ ફેર યોજાશે. જેમાં ધો.૧૦ અને ૧૨ પાસ, I.T.I, BCA, B.B.A, M.B.A, B.com./ M.com., B.A., M.Com., MCA, MBA- HR/Mkt./IT/Finance, B.sc./M.Sc.- કેમેસ્ટ્રી, નર્સિંગ, ન્યુટ્રીશન એન્ડ ડાયટેટીક્સ/ માઈક્રોબાયોલોજી, DMLT, GNM, CA/CMS/CS, B.Tech./B.E.-આઈ.ટી./સિવિલ/ મિકેનીકલ/ઈલેક્ટ્રીકલ, ડીપ્લોમા ઈલેક્ટ્રીકલ/મિકેનીકલ, ડીગ્રી/ડિપ્લોમા ઇન ફાર્મસી સંબંધિત અભ્યાસ કરેલા રોજગારવાંચ્છુ યુવાનો ઈન્ટરવ્યુ માટે બાયોડેટાની નકલ સાથે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે. ભરતી મેળામાં હાજર રહેનાર ૨૫ કંપનીઓની ખાલી પડેલ ૬૭૨ જગ્યાઓની વધુ વિગત માટે રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેજ- MCCSURAT અને ટેલીગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે.
વધુમાં વધુ યુવાનો રોજગાર મેળામાં ભાગ લે અને રોજગારી મેળવી પગભર બને એમ ઈ.ચા.મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.
-000-

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!