Traffic Tail

વિઘ્નહર્તા એ હણ્યા વિઘ્ન ઓલણ નદી ઉપરનો નવો પુલ રાહદારીઓ માટે કરાયો શરૂ.

SHARE:

વિઘ્નહર્તા એ હણ્યા વિઘ્ન ઓલણ નદી ઉપરનો નવો પુલ રાહદારીઓ માટે કરાયો શરૂ.

ઓલણ નદી પરના જુના પુલને બંધ કરાયો.

સુરત,મહુવા:-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના વલવાડા વચ્ચેથી પસાર થતી ઓલણ ખાડી ઉપર બનાવવામાં આવેલો નવો પુલને અનેક વિઘ્નો નડ્યા હતા જે વિઘ્નહર્તા ગણેશજી ના ઉત્સવમાં જ શરૂ થઈ જતા રાહદારીઓમાં આનંદ છવાઈ જવા પામ્યો છે.ઓલણ નદી ઉપર ના જુના પુલને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા રાહદારીઓ તેમજ કાયમી મુસાફરો ઘણી મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.અને ભારે વાહનોએ 23 કિલોમીટર નો લાંબો ચકરાવો વેઠવાની નોબત આવી હતી.તો હાલ વરસાદી માહોલમાં જુના પુલ પર વલવાડા તરફથી નીચેના ભાગેનું ધોવાણ થતાં તંત્ર પણ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.જોકે કાચબાની ચાલે શરૂ થયેલ પુલનું બાંધકામ વર્ષો બાદ પૂર્ણ થયું પરંતુ જમીન સંપાદન અને વળતર માં ગુજવાયેલ પ્રશ્નોના કારણે રાહદારીઓ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.આખરે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરની સૌથી મોટી સમસ્યા નો અંત આવી જવા પામ્યો છે અને પુના વલવાડા વચ્ચેના ઓલણ નદી પરના નવા બ્રિજને રાહદારીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે તો રાહદારીઓ પણ નવા બ્રિજ પર ઉપરથી પસાર થવાની અનુભૂતિ સાથે નવા પુલ પરથી પસાર થવાના દ્રશ્યો કેમેરામાં કેદ કરતા નજરે પડી રહ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!