Traffic Tail

મહુવા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં થયેલ ગણપતિ વિસર્જન.

SHARE:

મહુવા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં થયેલ ગણપતિ વિસર્જન.

અનાવલ:મહુવા તાલુકાના અનાવલ તેમજ ઉમરા પંથકમાં ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું હતું.
‘ગણપતિ બાપ્પા મોરયા’ ના નાદ સાથે આજરોજ અનાવલ પંથકમાં સ્થાપના કરાયેલ ગણેશજી ને વિદાય આપવાનો સમય આવી ગયો હોય ત્યારે ગણેશ મંડળો અને પરિવારો દ્વારા સંગીત ના ધુને નાચતા ગાતા ગુલાલ ની છોળો ઉડાડી ને ગણપતિની પ્રતિમાની યાત્રા કાઢી હતી.આ વિસ્તાર ની ગણેશભક્તો એ પાંચ દિવસ ગણેશજીની ભક્તિભાવ થઈ પૂજા અર્ચના કર્યા બાદ આજે વિસર્જનટાણે ભાવુક બન્યા હતા.આ વિસ્તારના ગામોમાં સ્થાપના કરાયેલ ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવ પૂર્વક વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. તો બીજી બાજુ ઉમરા,હળદવા ગામની ગણેશજીની પ્રતિમાનું રંગેચંગે લોકમાતા અંબિકામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણેશ વિસર્જન કાર્યક્રમ માં કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે મહુવા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!