ભરથાણા ખાતે રૂ.૨.૩૪ કરોડના ખર્ચે ભરથાણા તળાવના વિસ્તૃતિકરણ અને બ્યુટીફિકેશન કામનું ખાતમૂહુર્ત કરશે ધારાસભ્ય સંદીપ દેસાઈ
મેયર દક્ષેશભાઈ માવાણી અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે
ધારાસભ્ય સંદીપ દેસાઈના હસ્તે તા.૨૯મીએ ભરથાણા ખાતે રૂ.૨.૩૪ કરોડના ખર્ચે ભરથાણા તળાવના વિસ્તૃતિકરણ અને બ્યુટીફિકેશન કામનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. મેયર દક્ષેશભાઈ માવાણી અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
તા.૨૯મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે ભરતેશ્વર મહાદેવ મંદિર પાસે, ભરથાણા ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાઉથ વેસ્ટ ઝોન (અઠવા)ના વોર્ડ-૨૨ (ભટાર-વેસુ -ડુમસ)માં ભરથાણા તળાવનું વિસ્તૃતિકરણ અને બ્યુટીફિકેશન પ્રસંગે ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, કોર્પોરેટરો સહિત પદાધિકારી-અધિકારીઓ, સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
-૦૦-






