સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતે ‘સ્વાસ્થ્ય દિનચર્યા’ અંગે વ્યાખ્યાન યોજાયું.

સુરત,મહુવા:-સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલના એન એસ.એસ.વિભાગ દ્વારા NSS Orientationના ભાગરૂપે તા 26/08/2025 મંગળવારે ‘સ્વાસ્થ્ય દિનચર્યા’ અંગે વ્યાખ્યાન યોજવામાં આવ્યું. જેમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ,બારડોલીથી પધારેલ મેડિકલ ઓફિસર ડૉ.પ્રીતિબેન પટેલે ‘સ્વાસ્થ્ય દિનચર્યા’ વિષય પર વ્યાખ્યાન આપ્યું. યોગ્ય આહાર, નિંદ્રા, પ્રકૃતિ અનુરૂપ ભોજન અને બીમારી અંગે તથા પરંપરાગત
રીતરિવાજોમાં અને જુદી જુદી ઋતુઓમાં કેવી રીતે સ્વાસ્થ્ય જોડાયેલું છે તેની ઊંડી માહિતી આપી. કોલેજના આચાર્યશ્રી ડૉ.રાકેશ ચૌધરી સાહેબની મંજૂરીથી આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન NSSના પ્રોગ્રામ ઓફિસર ડૉ.આશાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું .અને અંતે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.






