Traffic Tail

સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ.

SHARE:

સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં 104 એમ.એમ નોંધાયો.

સુરત,મહુવા:-હવામાન વિભાગ ની આગાહી મુજબ મહુવા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે બપોરે 12 કલાક ધોધમાર વરસાદે પાણી પાણી કરી દેતા નિચાણ વાળા વિસ્તારો ક્ષતિગ્રસ્ત થયા હતા તો મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કાછલ ગામ નજીક પાણી ફરી વળતા વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવાની નોબત આવી હતી.મહુવા તાલુકામાં ધોધમાર વરસાદે લોકોને ઘર બહાર નીકળવાનું પણ મુશ્કેલ કરી દીધુ હતું તો કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ પણ ઠપ્પ થઈ ગયો હતો.સુરત જિલ્લામાં સૌથી વધુ 104 એમ.એમ વરસાદ મહુવા તાલુકામાં પડી જતા તાલુકાનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ માં જોવા મળ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!