Traffic Tail

ઉધનાની સનરાઈસ સ્કુલ ખાતે “સાથી હાથ બઢાના” આત્મહત્યા નિવારણ કાર્યક્રમ યોજાયોઃ

SHARE:

ઉધનાની સનરાઈસ સ્કુલ ખાતે “સાથી હાથ બઢાના” આત્મહત્યા નિવારણ કાર્યક્રમ યોજાયોઃ
પેરેંટિંગ ફોર પિસ દ્વારા નવમું બે દિવસીય રાષ્ટ્રિય સંમેલન સનરાઈસ સ્કુલ ઉધના ખાતે યોજાયું હતું. જેમાં “સાથી હાથ બઢાના” આત્મહત્યા નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આત્મહત્યા નિવારણ ક્ષેત્રે કાર્યરત ગુજરાતની વિવિધ સંસ્થાઓ તેમજ વિશિષ્ટ મનોવૈજ્ઞાનિકો જોડાયાં હતા. જેમાં પ્રમુખ અતિથિ તરીકે જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખ પટેલ તથા ડીસીપીશ્રી હેતલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેર પોલીસની “આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન”, ચાલ જીવી લઈએ ફાઉન્ડેશન, ઋતુજા ફાઉન્ડેશન, “જીવન આસ્થા” હેલ્પલાઈનના ડો.જિગર પારેખ તેમજ મનોવૈજ્ઞાનિકો ડો.રૂદ્રેશ વ્યાસ, ડો.ઉર્વેશ ચૌહાણ અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ તેમજ P4Pના સભ્યો અને સુરત શહેર પોલીસની “She Team”ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
આ સંમેલનમાં ચર્ચા દરમ્યાન વિભિન્ન સંસ્થાઓએ આત્મહત્યા નિવારણ માટેની તેમની કાર્યપદ્ધતિ રજુ કરી હતી. આત્મહત્યાના વધતા જતા કેસો સામે પ્રતિસાદ રૂપે શું પગલાં લેવાઈ શકે? એ અંગે મંતવ્યો અને સૂચનો લેવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ દ્વારા આત્માહત્યા અટકાવવા માટેના તમામ પ્રયાસોમાં સહકાર આપવાની ખાત્રી આપી હતી. આમ નાગરિકોને પણ આવી પ્રવ્રુતિમાં જોડાઈ આત્મહત્યા નિવારણ માટે આગળ આવવાનો અનુરોધ કર્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!