Traffic Tail

વસરાઈ ખાતે નેશનલ કક્ષા નો ટ્રાઈબલ ટ્રેડફેર યોજાશે

SHARE:

વસરાઈ ખાતે નેશનલ કક્ષા નો ટ્રાઈબલ ટ્રેડફેર યોજાશે

અનાવલ : મહુવાના વસરાઈ ખાતે ધોડિયા સમાજસાંસ્કૃતિક ભવન નિર્માણની જગ્યા એ સમસ્ત ગુજરાત આદિવાસી સમાજ સંગઠનના નેજા હેઠળ અને સંગઠનનાં પ્રમુખ ડો. પ્રદીપ ભાઈ ગરાસિયા નાં અધ્યક્ષ સ્થાને ચર્ચાસભા નું આયોજન થયું હતું જેમાં દક્ષિણ ગુજરાત નાં વિવિધ સંગઠનોનાં હોદ્દેદારો માં શ્રીનીલમ ભાઈ ધરમપુર કમલેશ ભાઈ વલસાડ ઠાકોર ભાઈ વલસાડ ગુણવંતભાઈ નવસારી ડો. ચેતન નવસારી ડો. નિતિન બારડોલી પ્રકુલ ભાઈ સુરત કમલેશ ભાઈ નવસારી કમલેશ ભાઈ મહુવા બિપિનભાઈ વ્યારા જીગ્નેશ ભાઈ વલસાડ રાકેશ ભાઈ વાંસદા શ્રી મુકેશ ભાઈ મહુવા તુષારભાઈ મહુવા તરુણ ભાઈ મહુવા ભૂપેન્દ્ર ભાઈ વાંસદા ડી ઝેડ પટેલ ચીખલી મહેશભાઈ ભરૂચ એ કે. પટેલ સર ગાંધીનગર અને અનેક સંગઠન નાં આઠ જિલ્લા નાં મહાનુભવો હાજર રહ્યા હતા
રાષ્ટ્રીય કક્ષાએ આયોજન માટે ની પૂર્વ તૈયારી રૂપે નવેંમ્બર ની એક થી ચાર તારીખ માં દિવાળી વેકેશન માં ત્રણ લાખ થી વધુ માણસો આ ટ્રેડફેરની મુલાકાત લેશે એમાં ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાન માટે અને નર્સરી ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ માટે ખાસ વિભાગ રહશે ટ્રાઇબલ આર્ટ ટ્રાઈબલ વાઘો ટ્રેડીશનલ પરંપરાગત વસ્તુઓનું વેચાણ પારંપરીક અનાજ વગેરે ના અલગ સ્ટોલ હશે આખા દેશમાંથી પંદરથી વધુ રાજ્યો માંથી ટ્રાઈબલ પ્રતિનિધિ મંડળ આવશે ભૂતાન મ્યાનમાર બર્મા નાં ટ્રાઈબલ પ્રતિનિધિઓ આંતર રાષ્ટ્રીય પ્રતિનિધિઓ તરીકે આવશે બાર રાજ્યોની સાંસ્કૃતિક ટીમોની ઝલક જોવા મળશે ટ્રાઈબલ લોકોમાં ઉદ્યોગ ધંધા પ્રત્યેનો લગાવ વધે અને પ્લેટફોર્મ મળે તેમજ પોતાના વ્યવસાય નો પ્રચાર કરી શકે એ ઉદ્દેશથી આ પ્રકારનાં મેળા નું આયોજન સુરખાઈ નાં સફળ આયોજન બાદ બીજી વખત થઈ રહ્યું છે. ત્યારે આયોજકો એ ચાર મહિના પહેલા એના આયોજન ની તૈયારી આરંભી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!