Traffic Tail

આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત “આરોગ્ય ગ્રામસભા” યોજાઈ.

SHARE:

આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત “આરોગ્ય ગ્રામસભા” યોજાઈ.
ભારતના રાષ્ટ્રપિતા “મહાત્મા ગાંધીજી” જન્મદિવસના તા.૦૨જી ઓકટોમ્બરના રોજ સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા ક્વોલીટી એશ્યોરન્શ મેડીકલ ઓફિસર ડો. મહેન્દ્ર પટેલના આયોજન થકી સુરત જિલ્લાના કુલ ૬૪૨ ગામોમાં આરોગ્ય કર્મચારી, સરપંચ, તલાટી તેમજ ગામના સામાજીક આગેવાનો દ્વારા “આરોગ્ય ગ્રામસભા” કરવામાં આવી હતી.
આ ગ્રામસભામાં લોકોને ટી.બી.મુકત ભારત અભિયાન વર્ષ:-૨૦૨૫ “મારુ ગામ ટી.બી. મુકત ગામ”, ટી.બી.નિર્મૂલન સંદેશ, PMJAY કાર્ડ (પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના), ABHA કાર્ડ વિશેની માહિતી, મેલેરીયા, ડેન્ગ્યુ, તેમજ ચિકનગુનીયા અટકાયત માટેના જરૂરી સૂચનો, શંકાસ્પદ લેપ્રેસી કેસ વિશેની સમજણ અને પર્સનલ હાઈજીન વિશેની જરૂરી માહિતી ગ્રામસભામાં આપવામાં આવી હતી. ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!