એલીમ્કો તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુકત ઉપક્રમે તા.૨૨ થી ૨૭મી જુલાઇ દરમિયાન દિવ્યાંગો માટે નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ વિતરણ કેમ્પ યોજાશે
દિવ્યાંગજનોને સ્વાવલંબી અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના એલીમ્કો ઉજ્જેન, ગોકુલધામ આણંદ તથા સુરત જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુકત ઉપક્રમે આગામી તા.૨૨ થી ૨૭મી જુલાઈ દરમિયાન શહેર-જિલ્લામાં સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન દિવ્યાંગો માટે નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ વિતરણ કેમ્પ યોજાશે
સુરત જિલ્લામાં આગામી તા.૨૨/૭/૨૦૨૫ના રોજ બારડોલી તાલુકામાં સેવણી ખાતે આવેલા સતધામ વિદ્યા મંદિર ખાતે, તા.૨૩મીએ મહુવાના અસ્મિતા ભવન ખાતે, તા.૨૪ મીએ માંગરોળ-વાંકલના પચવટી કેન્દ્ર, સામાજિક વનીકરણ વિભાગ ખાતે તેમજ તા.૨૫ મીએ માંડવીના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે કેમ્પ યોજાશે.
તા.૨૬ ને ૨૭ જુલાઈના રોજ સુરત શહેરના શ્રી સ્વામિનારાયણ મિશન, લસકાણા, કામરેજ રોડ, વાલક પાટિયા ખાતે કેમ્પ યોજાશે. “સુરત આપે સહારો, દિવ્યાંગોને મળે આરો”ની થીમ પર આ કેમ્પમાં જેમણે અકસ્માત, બીમારી કે અન્ય કારણોસર પોતાના હાથ કે પગ ગુમાવ્યા હોય તેવા દિવ્યાંગોને નિઃશુલ્ક હાઈટેક કૃત્રિમ અંગો ઉપલબ્ધ કરવામાં આવશે. એલીમ્કો ઉજ્જેનના નિષ્પંત ડોકટરો દ્વારા નિદાન કરીને જરૂરીયાતવાળા દિવ્યાંગજનોને સાધનોનું વિતરણ કરવામાં આવશે. વધુ વિગતો માટે ફોન નં.૦૨૬૧-૨૬૫૧૪૫૨ સંપર્ક સાધશો કેમ્પમાં આધારકાર્ડ, સિવિલ સર્ટીફિકેટ લઈને આવવાનું રહેશે. જરૂરિયાતમંદ દિવ્યાંગજનોએ આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




