સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તા.૧૬ થી ૧૮ જુલાઈ દરમિયાન ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે કેરિયર કારકિર્દી માર્ગદર્શન સેમિનારોનું આયોજનઃ
સુરત જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત વર્તમાન વર્ષે જિલ્લા માર્ગદર્શન કેન્દ્ર અને આઈટીઆઈ તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુકત ઉપક્રમે કેરીયર ગાઈડન્સ એકટીવીટ અંતર્ગત કારર્કિદી માર્ગદર્શન સેમિનારો આગામી તા.૧૬ થી ૧૮ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ઘોરણ-૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સુરત શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ માટે તા.૧૬મીએ તથા તા.૧૭મીએ સુરત જિલ્લાની શાળાઓ તેમજ તા.૧૮મી જુલાઈએ બાકી રહેલી શાળાઓના વિદ્યાર્થીઓ માટે સવારે ૧૦.૩૦ વાગે આર.એન.નાયક હાઈસ્કૂલ, સેન્ટ્રલ રોડ ન.૧૪,ઉધના ત્રણ રસ્તા ખાતે સેમિનારો યોજાશે. જેમાં મોટીવેશન સ્પીકર ડો.લલિતભાઈ બલદાણીયા માય કેરીયર, માય ડિસીઝન વિષય પર માર્ગદર્શન આપશે. ધો.૧૦ અને ૧૨ પછી કેરીયર અંગે રોજગાર અધિકારી તેમજ સંદિપભાઈ કેરીયર અંગે માર્ગદર્શન આપશે જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




