ઓલણ નદીના પુલ ઉપરથી હવે ભારે વાહનો લઈને જતા નહીં જાણો કેમ…..
ઓલણ નદી પરનો પુલ ભારે વાહનો માટે બંધ કરાયો જ્યારે નવા પુલનું કામ અધ્ધર.

મહુવા તાલુકાના જર્જરતી પુલની યાદીમાં જોડાયેલ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરનો ઓલણ નદી ઉપરના પુલને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા સવારથી જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં હતી આ પુલ સને 1969 માં બનાવવામાં આવેલો હતો જે બ્રિજ ની પહોળાઈ 5.50 મીટર છે.તંત્ર દ્વારા ચકાસણી બાદ ભારે વાહનો માટે જોખમી જણાતા કોઈ અઇચ્છનીય ઘટના ના બને જે હેતુસર સલામતીના ભાગ રૂપે બ્રિજના બંને છેડે એંગલો લગાવી ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ નવનિર્મિત થયેલ પુલનું બન્ને છેડેનું કામ જમીન માલિકોને વળતર નહિ મળતા હાલમાં સ્થગિત થઈ જવા પામ્યું છે ત્યારે હાલ ભારે વાહનોને ડ્રાઇવર્ઝન આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે જેને ભાગરૂપે મહુવા થી અનાવલ તરફ જવા માટે મહુવા થી વાંસકુઈ ચોકડી થઈ વેલણપુર થઈ કાંકરિયા,સાંબા,ભોરીયા થઈ વલવાડા જવા માટે 21 કિલોમીટર નો ચકરાવો થશે જ્યારે વાંસકુઈ ચોકડી થી વેલણપુર થઈ કાંકરિયા કુમકોતર તરકાણી થઈ અનાવલ તરફ જવા માટે 23 કિલોમીટરનો ચકરાવો થશે ત્યારે હાલ તો નવા પુલનું કામ તંત્ર દ્વારા સત્વરે ચાલુ નહિ કરવામાં આવે તો ભારે વાહનો માટે અતિ મોટો ચકરાવો વેઠવાનો વારો આવ્યો છે જ્યારે એસ.ટી.બસોની અવરજવર પણ બંધ થઈ જતા
પુના,વસરાઈ,ભગવાનપુરા,અલગટ,બુટવાડા સુગર ફેક્ટરી જેવા ગામોમાં નોકરીયાત વર્ગ તેમજ વિધાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જ્યારે વાંસકુઈ,મહુવા તરફ જતા આ ગામોના વિધાર્થીઓએ માટે એસ.ટી.બસ વાંસકુઈ થી ડ્રાઇવર્ઝન તરફ નીકળી જશે જેથી વિધાર્થીઓ માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી ગયો છે ત્યારે મહુવાથી પુના બુટવાડા મરીમાતા સુધી એસ.ટી.બસ દોડાવવામાં આવે તો વિધાર્થી જગતના અભ્યાસ પર અસર નહિવત પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે ખોરંભે પડેલ નવા પુલની કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે અને નવાપુલને સત્વરે શરૂ કરવામાં આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.




