Traffic Tail

ગોડાદરાની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે ૧૦૮ ઈમરજન્સી સેવા બની લાઈફલાઈન

SHARE:

ગોડાદરાની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે ૧૦૮ ઈમરજન્સી સેવા બની લાઈફલાઈન

અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ઈમરજન્સી ટીમ દ્વારા સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી
સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની છે. અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ઈમરજન્સી ટીમ દ્વારા ગોડાદરાની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. ૧૦૮ની સમયસરની સારવારથી સફળ પ્રસૂતિ થઈ હતી. હાલ પ્રસૂતા માતા અને નવજાત બાળક સ્વસ્થ છે.
તા.૯મીની મધ્યરાત્રિએ ૧.૪૮ વાગ્યે ગોડાદરાના નવાગામની સગર્ભા મહિલાને પ્રસવપીડા ઉપડતા નવાગામની એમ્બ્યુલન્સ સેવાને ઈમરજન્સી કોલ મળ્યો હતો, અને ગણતરીના સમયમાં ૧૦૮ વાન પહોંચી હતી. ૧૮ વર્ષીય આ મહિલાની પહેલી પ્રસૂતિ હતી, અસહ્ય પ્રસવ પીડાથી દુ:ખાવો થઈ રહ્યો હતો. ૧૦૮ સ્ટાફે સ્થિતિ પારખી લીધી જેમાં હોસ્પિટલ પહોંચી શકાય તેમ ન હતું. વધુ સમય પસાર થાય તો સગર્ભા તેમજ આવનાર બાળકનો જીવને જોખમ ઉભું થઈ શકે તેમ હતું. હોસ્પિટલ લઈ જઈને ડિલિવરી કરાય તેટલો સમય ન હોવાથી પરીસ્થિતિવશ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ મેડિકલ ટેકનીશીયન દિલીપભાઈ ચૌહાણ તેમજ પાયલેટ ભૂપેન્દ્રભાઈએ સ્થળ પર વાનમાં જ માતાની સુરક્ષિત, સફળ પ્રસૂતિ કરાવી હતી.
માતાએ સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ વિંટળાયેલી હોવાથી મેડિકલ ટેકનીશીયન દ્વારા નાળ છૂટી કરાયા બાદ ૧૦૮ સેવાના મેડિકલ ટેકનીશીયને બાળકને ઇ.આર.સીપી ડો.કુરેશીની સલાહ મુજબ મધર કેર અને યુટ્રીન મસાજ આપીને માતાને બાળકને સલામત રીતે સ્મીમેર હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. હાલમાં બાળક અને માતાની તબિયત સ્થિર અને સ્વસ્થ છે એમ ૧૦૮ ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું.
પ્રોગ્રામ મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ ઈમરજન્સી જણાય તો તરત જ ૧૦૮ પર કોલ કરવો જોઈએ. ખાસ કરીને સગર્ભા મહિલાની પ્રસૂતિ સમયે રાહ જોવાના બદલે તરત જ ૧૦૮ સેવાનો સંપર્ક કરો, જેથી માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાય. ૧૦૮ની સમયસૂચકતાના કારણે આજે ગોડાદરાની મહિલા અને બાળક સુરક્ષિત છે. સુરત ૧૦૮ સેવા હર હંમેશ લોકોની સહાય માટે તત્પર અને તૈયાર છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!