મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ નદીઓ બની ગાંડીતુર નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા.
હવામાન વિભાગ ની આગાહી મુજબ મહુવા તાલુકામાં ગતરાત્રી થી ધોધમાર વરસાદ સાથે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે મહુવાના વલવાડા પુના વચ્ચે થી પસાર થતી ઓલણ નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા વહીવટી તંત્ર પણ એક્સન મોડમાં જોવા મળ્યું હતું અને અગમચેતી ના ભાગ રૂપે બેરીકેટ ઉતારી દેવામાં આવ્યા હતા જ્યારે પૂર્ણાં, અંબિકા જેવી તાલુકાની નદીઓ પણ હાલ ભારે ઉફાન સાથે વહી રહી છે.જેના પગલે તાલુકાના પૂર્ણાં નદી કિનારાના ગામો
શેખપુર,રાણત,બુધલેશ્વર,મહુવા,ઓડચ,સેવાસણ,આમચક,અમરોલી અંબિકા નદી કિનારાના ગામો મહુવરીયા,હળદવા,વહેવલ,કાંકરિયા, ઉમરા,ઓલણ નદી કિનારે આવેલા માછીસાદડા, ધામખડી,વલવાડા,ભોરિયા,સાંબા,પુના જેવા પુર અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરી કરવામાં આવ્યા હતા જ્યારે અનાવલ તરફ કાવેરો ને કાવેરી નદીમાં ભયજનક સપાટી કરતા પણ પાણીનું સ્તર ઘણું નીચું જોવા મળી રહ્યું છે.


