બ્રેકીંગ ન્યૂઝ:-કાછલ ગામે પાણી ફરી વળતા મહુવા અનાવલ સ્ટેટ હાઇવે બંધ.

સુરત,મહુવા:-ગતરાત્રી દરમ્યાન મહુવા તાલુકામાં અવિરત વરસાદ ના પગલે મહુવા તાલુકાના નિચાણ વાળા નદી નાળાઓ પાણી માં ગરકાવ થવાની સ્થતિ સર્જાઈ છે ત્યારે અતિ વ્યસ્ત મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ઉપર કાછલ ગામે પાણી ફરિવળતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ તો વહીવટી તંત્ર દ્વારા બેરીકેટ લગાવી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ દર ચોમાસે નીચુ ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા રાહદારી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અતિ વ્યસ્ત બારડોલી થઈ
મહુવા થી અનાવલ થઈ ડાંગ જિલ્લાને જોડતો આ મેઇન હાઇવે નીચા નીચા નાળા ને લઈ ચોમાસામાં પાણીમાં ગરક થઈ જાય છે આ ગરનાળા ને ઊંચું કરવાની વર્ષો જૂની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા હજુ સુધી મુખ્ય માર્ગ ના લો લેવલ નાળા ની સમસ્યા નું નિરાકરણ લાવી શક્યા નથી ત્યારે વાહન રાહદારીઓ હાલ કાછલ ગામ નજીક મુશ્કેલી માં મુકાય ગયા છે.તો કેટલાક વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરી રહ્યા છે અને વાહનો ની લાંબી કતાર પણ જોવા મળી રહી છે.


