Traffic Tail

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી

SHARE:

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં દીપડાના બચ્ચાની ચામડી સહિતના વન્યજીવ અંગો સફળતાપૂર્વક જપ્ત કરીને આ બાબતે ત્રણ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી વલસાડ ઉત્તર વન વિભાગ, વલસાડ દક્ષિણ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) ની સંકલિત ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી. સંયુક્ત પ્રયાસો આ પ્રદેશમાં વન્યજીવ સંબંધિત ગુનાઓને રોકવામાં વન વિભાગની મજબૂત પ્રતિબદ્ધતા અને સતર્કતા દર્શાવે છે.

ભારતના મૂલ્યવાન વન્યજીવોના રક્ષણ- સંવર્ધન માટે ગુજરાત વન વિભાગ સમર્પિત રીતે કામગીરી કરી રહ્યું છે અને આ મિશન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

વન્યજીવ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ એક ગંભીર ગુનો છે, જેમાં ₹1 લાખ સુધીનો દંડ અને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

આ કેસમાં લવકર રેન્જે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની કલમ 2, 9, 39 અને 50 હેઠળ ગુનો નોંધ્યો છે.

વન વિભાગ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા અને તેમાં સંડોવાયેલા તમામ ગુનેગારોની ઓળખ કરવા માટે વધુ તપાસ કરી રહ્યું છે.

વન વિભાગે આ કાર્યવાહી દ્વારા વન્યજીવ સંબંધિત ગુનાઓ સામે તેનું મક્કમ વલણ દર્શાવ્યું છે. વિભાગે જનતાને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અને ભારતના સમૃદ્ધ નૈસર્ગિક વારસાના સંરક્ષણમાં મદદ કરવા માટે અપીલ પણ કરી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!