ચોર્યાસી તાલુકામાં ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાની ઉજવણીમાં ૧લી ઓકટોબરે ‘એક તારીખ એક કલાક’ મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે
કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા તા.૨જી ઓકટોબર મહાત્મા ગાંધી જયંતિને સ્વછતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સ્વચ્છ ભારત મિશન-(ગ્રામ્ય અને શહેરી) સંયુક્ત રીતે તા.૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા પખવાડિયા’ દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે. જેના ભાગરૂપે ૧લી ઓકટોબરે ચોર્યાસી તાલુકાના તમામ ગામોમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી ‘એક તારીખ એક કલાક’ મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે.
૧લી ઓકટોબરે યોજાનાર ચોર્યાસી તાલુકા પંચાયતનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ મહા શ્રમદાન(સફાઇ કાર્યક્રમ) સુંવાલી ગામે સુંવાલી બીચ પર યોજાશે.આ કાર્યક્રમની ઈવેન્ટને કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ પોર્ટલ પર ઈવન્ટ ક્રિએટ કરાઇ છે. આ ઈવેન્ટમાં ફોટાઓ અપલોડ કરીને ઈવેન્ટ ક્લોઝ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, ઉપપ્રમુખ દિપ્તીબેન રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી જૈમિની ડી.પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બાળ વિકાસ યોજના અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર,કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે.


