Traffic Tail

જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના સ્વ.શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા: પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

SHARE:

જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના સ્વ.શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા: પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન


       કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અંતિમયાત્રામાં જોડાઈ મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરત શહેરના વરાછા વિસ્તારના રહેવાસી સ્વ.શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાની આજે સવારે મોટા વરાછા ખાતેથી નીકળેલી અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો, અગ્રણીઓ, સ્વજનો જોડાઈને મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી હતી. સ્વ. શૈલેષભાઈના આત્માની ચિર: શાંતિની પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પી હતી. કઠોર અબ્રામા સ્મશાનગૃહમાં મૃતકના પાર્થિવ દેહને પરિજનોએ અગ્નિદાહ આપ્યો હતો. જ્યાં સ્વ. શૈલેષભાઈનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!