Traffic Tail

માંડવી હાઇસ્કુલ ખાતે વોટ્સએપ હેલ્પલાઇન નંબર સેવાનો શુભારંભ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

SHARE:

સુરત,તાપી,ભરૂચ અને ડાંગ જિલ્લાના પ્રજાજનોની સુવિદ્યા માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર સેવા શરૂ.

વોટ્સએપ હેલ્પલાઇન નંબર ૮૧૭૧૮-૩૭૧૮૩ પર નાગરિકો પોતાની અરજી અને ફરિયાદ કરી શકશેઃઆદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિ દ્રારા માંડવી સ્થિત માંડવી હાઇસ્કુલના ઓડિટોરીયમ હોલ ખાતે વોટ્સએપના માધ્યમથી નાગરીકોની અરજી અને ફરીયાદ નોંધાવવા માટેની વોટ્સએપ હેલ્પલાઇન નંબર * ૮૧૭૧૮-૩૭૧૮૩ સેવાનો શુભારંભ કરાયો હતો. જેમાં સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લાના નાગરિકોની સુવિદ્યા પ્રાપ્ત થશે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે સુરત,તાપી,ભરૂચ અને ડાંગ જિલ્લાની પ્રજાજનોની સેવા માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે.જેમાં ૧૩ જેટલા વિભાગોને જોડવામાં આવ્યા છે. ઘરમાં બેઠા બેઠા વોટ્સઅપ હેલ્પલાઇન થકી જેતે વિભાગને લગતી ફરિયાદ અને અરજી કરી શકાશે. જેનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે.આ હેલ્પલાઇન થકી પડતર પ્રશ્નોના પણ નિકાલ સરળતાથી થઇ શકશે. છેવાડાના ગામડાંઓમાં સુખ સુવિધા પુરી પાડવા સરકાર હંમેશા કટિબદ્ધ છે.
આ વેળાએ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ અને પ્રજાજનો દ્વારા વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે જિલ્લાપંચાયતના ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખશ્રી નિમેષભાઇ શાહ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીમતી ગીતાબેન પટેલ, નગર પાલિકાના ઉપપ્રમુખશ્રીમતી સંધ્યાબેન, કોરોબારી અધ્યક્ષકશ્રી કિરીટભાઇ પટેલ, શાશકપક્ષના નેતાશ્રી મિનાક્ષીબેન ચૌધરી, દંડકશ્રી રંજનાબેન મરાઠે, જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યોશ્રીઓ,કોપોરેટરશ્રીઓ,વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!