ઓલપાડ તાલુકાના કનાદ ખાતેના રસ્તાના હકો નાબુદ કરવાની યોજના હેઠળ કોઈને વાંધો હોય તો દિન-૯૦માં અરજી કરવી.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કનાદ ખાતે આવેલ બ્લોક નં.૩૧/બ, ૩૨ તથા બ્લોક નં.૯૯, ૧૦૦, ૧૦૧ ની વચ્ચે હયાત ગાડા માર્ગ આવેલો છે. જેનું ક્ષે.હે.૦-૬૫-૮૭ ચો.મી. છે. આ હયાત ગાડા માર્ગને બ્લોક નં.૧૦૧, ૧૦૦ તથા ૯૯ ની દક્ષિણે તથા બ્લોક નં.૯૯ ની પૂર્વેથી પસાર કરી આગળ જતા ગાડા મારગ સાથે જોડવામાં આવે તો લોકોને પરિવહનમાં સરળતા રહે તેમ છે. જેથી આ રસ્તાના હક્કો ગુજરાત જમીન મહેસુલ અધિનિયમની જોગવાઇ મુજબ લોકોના હક્કો નાબુદ કરવાની કાર્યવાહી કરવાની થતી હોય, હક્કો નાબુદ કરતા પહેલા જાહેર હિતને લઈ આ રસ્તાના હક્કો નાબુદ કરવાની યોજના સામે જો કોઇ વાંધો હોય તો આ જાહેર નોટીશની તારીખથી દિન-૯૦ માં બી/પ, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ, ચોપાટીની બાજુમાં, સુરત ખાતે આધાર પુરાવા સહ વાંધો રજુ કરી શકાશે. નિયત સમય મર્યાદામાં જાહેર જનતા તરફથી વાંધો રજુ ન થાય તો ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ કરેલ જોગવાઈ મુજબ રસ્તા પરના લોકોના તથા વ્યક્તિઓના હક્કો નાબુદ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે એક નોટીસ દ્વારા જણાવ્યું છે.


