મંડળી પાસે કોઈ વ્યકિતઓનું લેણું બાકી હોય તો સાધનિક પુરાવા સાથે સંપર્ક સાધવો
સુરત શહેરના અડાજણ તાલુકાની અંજલી કો.ઓ.હાઉસીંગ સોસા.લી.સુરત ને જિલ્લા રજીસ્ટારશ્રી, સહકારી મંડળીઓ દ્વારા વચગાળાના આદેશ અનુસાર તા.૨૫/૦૮/૨૦૨૩ ફડચામાં લઇ જવામાં આવી છે. આ મંડળીના ફડચા અધિકારી તરીકે એન.જે.કારેલીયાની નિમણુંક કરવામાં આવી છે. ફડચા અધિકારીએ તા.૧૧/૦૯/૨૦૨૩ના રોજ ચાર્જ સંભાળી લીધો છે, જે કોઈ વ્યકિત અથવા હિત સંબંધ ધરાવનારાઓએ આ સંસ્થા પાસે જે માંગણું હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયાની તારીખથી બે માસમાં ફડચા અધિકારીનો સાધનિક પુરાવાઓ સાથે સંપર્ક સાધવાનો રહેશે. જો તેમ કરવામાં કોઇ ચુકશે તો પાછળથી તેમનું લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહિ અને મંડળીને આટોપી લેવાની કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક વ્યકિતએ નોંધ લેવા સહકારી અધિકારી (ફડચા -૩) શ્રી એન. જે. કારેલીયાની યાદીમાં જણાવાયું છે.


