૧૧ મી સપ્ટેમ્બર ૨૦૨૩ ને યુવા ભાજપ દ્વારા દિગ્વિજય દિવસ તરીકે ઉજવામાં આવ્યો.
મહુવા તાલુકા યુવા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ ગરાસિયા ની આગેવાનીમાં તા.૧૧મી સપ્ટેમ્બર ને દિગ્વિજય દિવસ તરીકે ઉજવામાં આવ્યો હતો.તા.૧૧ મી સપ્ટેમ્બર ૧૮૯૩ ના રોજ અમેરિકા ના શિકાગો ખાતે આયોજિત વિશ્વધર્મ પરિષદમાં યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદજી એ ભારતની સંસ્કૃતિ અને પરંપરા ને કેન્દ્ર સ્થાને રાખી તેમજ ભારતીય સંસ્કૃતિ નું પ્રતિબિંબ રજૂ કરતું સંબોધન કરી વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું હતું એ દિવસને યાદ કરીને મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપ મોરચાના પ્રમુખ ઘનશ્યામભાઈ ગરાસિયા અને એમની ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ આપી દિગ્વિજય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.


