બારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.૨૫ પર ઓવરબ્રિજની કામગીરીના કારણે તા.૨૫/૦૯/૨૦૨૪ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
ટ્રાફિક ડાયવર્ઝન માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો
બારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.૨૫ રેલ્વે પોલ નં.૨૭/૧૫ થી ૨૭/૧૬ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેથી વાહન વ્યવહાર સરળતાથી ચાલે તેવા આશયથી સુરતના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, વાય. બી. ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા રેલ્વે ક્રોસીંગ નં.૨૫ને તા.૨૫/૦૯/૨૦૨૪ સુધી બંઘ રાખવા હુકમ કર્યો છે.
આ સમય દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર માટે (૧) અસ્તાન ગામ, ધામડોદ ગામ તથા કડોદ ગામ તરફથી બારડોલી નગરપાલીકા તથા બાબેન સુગર ફેક્ટરી તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે અસ્તાન કેનાલ રોડ નો ઉપયોગ કરી શકાશે. (૨) અસ્તાનગામ, ધામડોદગામ તથા કડોદગામ તરફથી બારડોલી નગરપાલિકા તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે તરસાડા, કડોદ, બારડોલી સરભોણ નવસારી રોડ (એલ.સી.નં.૨૬)ની ઉપયોગ કરી શકાશે. (૩) બારડોલી નગરપાલિકા તથા બાબેન ગામથી અસ્તાનગામ, ધામડોદગામ તથા કડોદગામ તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવર જવર માટે અસ્તાન કેનાલ રોડ નો ઉપયોગ કરી શકાશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.






