Traffic Tail

શ્રી સાનેદાદા ની ૨૧ મી પુણ્યતિથિ દિનને સ્તકર્મ દિન તરીકે મનાવવામાં આવ્યો.

SHARE:

પરમ પૂજ્ય શ્રી સાનેદાદા ની ૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે તાપી જિલ્લાના બહેડા રાયપુરા ખાતે સ્તકર્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી.બીલીમોરા નવનાથ ધામ ખાતે થઈ ગયેલ મહાન સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી સાનેદાદા એ બહુજન હિતાય, બહુજન સુખાય માર્ગે લોક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું ૨૮ મી ઓગસ્ટ એમની ૨૧ મી પુણ્યતિથિ થી હોય ત્યારે ભાવિક ભક્તો દ્વારા વિવિધ સ્તકર્મો ના કાર્ય કરવામાં આવ્યા હતા અને આ ખાસ દિનને સ્તકર્મ દિન તરીકે માનવવામાં આવ્યો હતો.

નવનાથ ધામ ના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ની પ્રેરણાથી લાભાર્થીઓને પેન્ટ શર્ટ નું કાપડ તેમજ બહેનોને સાડીઓ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હતી.તેમજ આ સ્તકર્મ દીને ગુરુદેવ ના ભજનો ગાઈ ને એમના દ્વારા કરવામાં આવેલા કાર્યને યાદ કરી ભક્તો ગુરુદેવની ભક્તિમાં લીન થયા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!