Traffic Tail

હાય રે કળિયુગ મહુવા તાલુકામાં 12 વર્ષની બાળકીને 55 વર્ષના નરાધમે રહેંસી નાંખી..

SHARE:

મહુવા તાલુકાના એક ગામમાં 12 વર્ષીય બાળકી સાથે ગામના જ 55 વર્ષીય એક શખ્સે પૈસા અને ચોકલેટની લાલચ આપી વારંવાર બળાત્કાર કર્યો હોવાની વાતે ચકચાર મચી ગઈ છે. બાળકીની માતાએ શખ્સ વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે પોકસો એક્ટ એટલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના એક ગામમાં રહેતી 12 વર્ષીય બાળકી ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવી ફળિયામાં જ રહેતો સૂખાભાઈ ભાણાભાઈ હળપતિ ઘરના દરવાજા બંધ કરી જબરજસ્તી પકડી લઈ કપડાં કાઢી નાખી તેની સાથે તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બંધતો હતો. અને આ અંગેની જાણ કોઈને ન કરવા બાળકીને દસ વીસ રૂપિયા તેમજ ચોકલેટની લાલચ આપતો હતો. ઘરમાં ઉપરાંત નરાધમે બાળકીને ત્રણથી ચાર વખત ઘરના વાડામાં આવેલ શૌચાલયમાં તેમજ ઘરની નજીક આવેલ આંબાવાડીમાં પણ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સૂખાની વારંવારની હરકતને કારણે અંતે બાળકીએ આ વાત તેની માતાને કરી હતી. માતાએ આ અંગે મહુવા પોલીસને જાણ કરતાં પોલીસે ઇપીકોની કલમ 376(2)(J)(N), 376(A,B) તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ 4,6 અને 8 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!