ચોમાસા પૂર્વે ટીટોડી એ ચાર મહિના વરસાદ વરસવાના આપ્યા સંકેત,ખેડૂતો થયા ખુશ.
કેવું રહેશે ચોમાસુ ટીટોડી ના ઈંડાં એ આપ્યા સંકેત ખેડૂતોનું હવામાન વિભાગ અને ચોમાસનું અનુમાન દર્શાવતું પક્ષી ટીટોડી વર્ષ 2024 ના ચોમાસા પૂર્વે કાળઝાળ ગરમીમાં જ ટીટોડી એ સારા ચોમાસા સાથે ચાર મહિના ચોમાસુ રહેવાના સંકેત આપી દીધા છે.ખેડૂતો પ્રાચીન સમયથી ટીટોડીના મૂડ ને અનુભવે છે.પરંતુ વૈજ્ઞાનિકો આને અવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે નકારે છે.નિષ્ણાતોના મતે ટીટોડી એક એવું પક્ષી છે જે ક્યારેય ઝાડ પર બેસતું નથી. તે પોતાનું આખું જીવન જમીન પર વિતાવે છે. ટીટોડી ચોમાસાના આગમન પહેલા ઉનાળા દરમિયાન ખુલ્લા ખેતરોમાં કે ખેતરોમાં ઈંડા મૂકે છે. રાત્રીના સમયે જંગલ કે ખેતરમાં કોઈ પણ અવાજ આવે ત્યારે તે મોટા અવાજે બધાને એલર્ટ કરીને ચોકીદારની ભૂમિકા પણ ભજવે છે.હાલ ખેડૂતો ખેતીની જમીનને ખેડ કરી ચોમાસા માટે તૈયાર કરી રહ્યા છે ત્યારે બુટવાડા ગામે ખેડૂતના ખેતરમાં ખેડ કરી રહેલા પુના ગામના ટ્રેક્ટર ચાલક મિતુલ પટેલ ને અચાનક ટીટોડી ઈંડા નજરે પડતા વાહન ઉભું રાખી દીધું હતું અને ટીટોડી ના ચાર ઈંડા ને કેમેરામાં કેદ કરી લીધા હતા.ત્યારે ખેડૂતો ના મતે 2024 નું વર્ષ દરમ્યાન નું ચોમાસુ ટીટોડી ના ચાર ઈંડા જોવા મળતા ખૂબ જ સારું રહેવાનું અનુમાન લગાવી રહ્યા છે.તો અન્ય એક પ્રકૃતિ પ્રેમી યોગેશભાઈ પણ ટીટોડી ના ચાર ઇંડાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો.ત્યારે ચોમાસા દરમિયાન ચાર મહિના વરસાદ વરસવાની શક્યતા ના સંકેતો ટીટોડી ના ઈંડા દ્વારા આપી દેવામાં આવ્યા છે તો ખેડૂતો પણ સારા ચોમાસાની આશા સેવી રહ્યા છે.





