ઓલપાડ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો
લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરાયા
યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળ-ઓલપાડ સંચાલિત ઓલપાડ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા વિદ્યાથીઓને જવાબદાર નાગરિક તરીકે મતદાનમાં ભાગ લઈ લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યુવાઓને વિડીયો મારફતે ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયાથી અવગત કરી લોકશાહીમાં તેઓની મહત્વની ભૂમિકા વિષે સમજ આપી હતી. તેમજ ફરજિયાત મતદાન કરવાનું આહ્વાન કરાયું હતું. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, ઓલપાડ પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, મામલતદારશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ અને અધ્યાપકગણ, કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા





