મહુવા ખાતે ભૂસ્તર વિભાગની ટીમે છાપો મારી 50 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

SHARE:

મહુવા ખાતે ભૂસ્તર વિભાગની ટીમે છાપો મારી 50 લાખનો મુદ્દામાલ ઝડપ્ય

 મહુવાના વાડી ફળિયા ખાતે ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવીને ખનિજ ચોરીનું કૌભાંડ ઝડપી 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સિનિયર ભુસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલ ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા મહુવાના વાડી ફળિયા ખાતે તપાસ કરવામાં આવેલ જ્યાં તપાસ દરમિયાન માટી ચોરીનું કૌભાડ ઝડપાયું હતું.જેમાં એક જેસીબી અને ત્રણ ટ્રક મળી આશરે 50 લાખ નો મુદ્દામાલ પકડીને સીઝ કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાં જેસીબી નંબર DN09P 9859 જે તેમજ ટ્રક .GJ-16-Z-5287 અને ટ્રક GJ-16-W-9873 અને ટ્રક .GJ-19-T-4830 કબજે કરી હતી. ઘટનાસ્થળે થયેલ ખાણકામ વિસ્તારની માપણી કરવામાં આવી હતી ત્યારે હવે ભૂસ્તર વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!