મહુવા વિસ્તારના જનતા માટે આશીર્વાદ રૂપ મહુવા સુગર ફેકટરી દ્વારા ગોળના કોલાની સરખામણીએ નીચા ભાવો જાહેર કરતા સભાસદો માં નારજગી ફેલાવા પામી છે.
ચૂંટણી નજદીક હોય ત્યારે અને ગોળના કોલાઓ માં શેરડીના ઊંચા ભાવો આપ્યા ત્યારે મહુવા સુગર ફેકટરીમાં સભાસદો અને ખેડૂતો ને શેરડીના ઊંચા ભાવોની આશા લઈને બેઠા હતાં. ત્યારે હાલ મહુવા સુગર ફેકટરી દ્વારા 3233 અને માર્ચના 3283 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
ત્યારે ગોળના કોલાની સરખામણી માં મહુવા સુગર ફેકટરીમાં નીચા ભાવો જોઈ સુગર ફેકટરીના સભાસદોમાં નારાજગી સાથે રોષ ની લાગણી ફેલાવા પામી છે.સભાસદો ની ઊંચા ભાવો ની આશા પર પાણી ફરી વળ્યુ છે.સુગર ફેકટરીમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે સભાસદોમાં જાહેર થયેલ ભાવો ની સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે ??
હાલ તો શેરડી ના પાક સામે ખેડૂતો નીચા ભાવ ને લઈ અસમંજસમાં મુકાયા છે ત્યારે મહુવા સુગર ના નીચા ભાવો ને લઈ સુગર ફેકટરીમાં સભાસદો આવનારા દિવસો માં નારાજગી કંઈ રીતે ઠાલવે એ જોવું રહ્યું





