બાજીપુરા-મઢી-તરસાડા-માંડવી રોડના રેલ્વે લેવલ ક્રોસીંગ નં.૩૭ ઉપર ઓવરબ્રિજ નિર્માણની કામગીરીના કારણે ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું
રેલ્વે ફાટક નં.૩૭ તા.૩૧મી ડિસે. સુધી બંધ રહેશે
રાજય ધોરીમાર્ગ નં.-૫ (બાજીપુરા-મઢી-તરસાડા-માંડવી રોડ) પરના મઢી ખાતેના ઉધના-જલગાંવ રેલ્વે લેવલ ક્રોસીંગ (એલ.સી.નં.૩૭) ઉપર રેલ્વે ઓવર બ્રિજ બાંધકામ કરવાનું હોવાથી આ રસ્તા પરથી વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.એન.રબારીએ જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ અગાઉ તા.૨૬/૦૯/૨૦૨૩ થી પ્રસિદ્ધ કરેલ જાહેરનામું આગામી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યું છે. રેલ્વે ફાટક નં.૩૭ તા.૩૧મી ડિસે. સુધી બંધ રહેશે. જેથી વિકલ્પ તરીકે બાજીપુરા-મઢી-તરસાડા- માંડવી રોડ પર થતાં ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગો તરીકે હલકા તથા ભારે વાહનો માટે બાજીપુરાથી માંડવી જવા તથા પરત આવવા મઢીથી માંડવી એલ.સી.નં.૩૬(ફાટક) થી નાની-ભટલાવ-ભેસુદલા-વાંસકુઈ ચોકડી ઉપર ઈ.એસ.એચ. નં.૫ રોડ તરફ વાહનો જઈ શકશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





