RTE એકટ હેઠળ ધો.૧માં પ્રવેશ માટે હવે ૩૦ માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
તા.૩૦મી સુધી રાત્રિના ૧૨-૦૦ વાગ્યા સુધી ઓનલાઈન અરજી થઈ શકશે
રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આ યોજનામાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૨૬-૦૩-૨૦૨૪ હતી, પરંતુ આ સમયગાળામાં જાહેર રજાઓના કારણે અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આધારપુરાવાઓ મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે અરજી કરવાનો સમયગાળો વધારીને તા.૩૦-૦૩-૨૦૨૪ રાત્રિના ૧૨-૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
અરજદારોએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર હવે તા.૩૦ માર્ચ ૨૦૨૪ રાત્રિના ૧૨-૦૦ વાગ્યા સુધી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે.





