હોળી-ધુળેટીના તહેવારમાં સુરત જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા લોકોની સુરક્ષા માટે તૈયાર

SHARE:

હોળી-ધુળેટીના તહેવારમાં સુરત જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા લોકોની સુરક્ષા માટે તૈયાર

૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે ખડેપગે ફરજ બજાવશે

સુરત શહેરમાં ૪૬ અને સુરત ગ્રામ્યમાં ૧૬ એમ્બ્યુલન્સ સાથે ૨૬૦ જેટલાં કમચારીઓ ઘરથી દૂર રહી ચોવીસ કલાક સેવાના સંકલ્પ સાથે કાર્યરત રહેશે
સ્નેહ, રંગ અને વસંતના તહેવાર તરીકે હોળીનો તહેવાર જાણીતો છે. બે દિવસના આ તહેવારમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે, લોકો કાચું નાળિયેર અને મકાઈ અગ્નિમાં અર્પણ કરે છે અને બીજા દિવસે ધુળેટીમાં રંગીન પાણી, રંગોની પિચકારીથી એકબીજાને રંગે છે, ત્યારે આ પવિત્ર પર્વમાં ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સેવા, અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ગુજરાતના નાગરિકોને લોકોની સુરક્ષા માટે તૈયાર છે. આ આનંદના પર્વમાં કોઈપણ કટોકટી સમયે ૧૦૮ ડાયલ કરવાનું ભૂલશો નહીં.
EMRI GHSના સીઓઓ શ્રી જશવંત પ્રજાપતિએ નાગરિકોને આનંદમય અને સુરક્ષિત હોળીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, દરેક તહેવારોમાં ઈમરજન્સી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના હોય છે. આ વર્ષે હોળીના તહેવારમાં ઈમરજન્સી કેસો અને મિની વેકેશનના કારણે લોકોની અવરજવર વધશે. તેથી રોડ ટ્રાફિક અકસ્માતોના કેસમાં વધારો થશે, અને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવાના શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે. હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોમાં વધારાને પહોંચી વળવા તથા નાગરિકોને હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે.
તેમણે કહ્યું કે, હોળી-ધૂળેટીમાં ૧૦૮ સેવા નાગરિકોને ઈમરજન્સી સેવા આપવા માટે તત્પર છે. ૧૦૮ EMS એ ૧૬ વર્ષ સફળતાપૂર્વક પુરા કર્યા છે, જેમાં છેલ્લા ૧૬ વર્ષમાં ૧.૫૭ કરોડ કરતાં વધુ ઈમરજન્સીની સેવા આપી છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને હેન્ડલ કરવા માટે તાલીમબદ્ધ EMT અને પાઈલટ સાથે તમામ પ્રકારના એડવાન્સ મેડિકલ ઇક્વિપમેન્ટ અને દવાઓથી સજ્જ હોય છે.
સુરત અને તાપી જિલ્લાના પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરના જણાવ્યા અનુસાર અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડા અને ડેટાને આધારે આ વર્ષે દરમિયાન હોળીના દિવસે ૩.૭૭% અને ધુળેટીમાં ૫૯.૪૨% કેસ વધારો થવાની શક્યતા છે, જે માટે સુરત શહેરમાં ૪૬ અને સુરત ગ્રામ્યમાં ૧૬ એમ્બ્યુલન્સ સાથે ૨૬૦ જેટલાં તમામ વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી તથા ઘરથી દૂર રહી ચોવીસ કલાક સેવાના સંકલ્પ સાથે ખડેપગે ફરજ બજાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!