સુરત જિલ્લામાં ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણીના આયોજન અર્થે ૧૯ નોડલ ઓફિસરો નિમાયા

SHARE:

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
સુરત જિલ્લામાં ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણીના આયોજન અર્થે ૧૯ નોડલ ઓફિસરો નિમાયા
લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાઈ તે માટે સુરત જિલ્લા ચુંટણી અધિકારીએ વિવિધ કામગીરી માટે ૧૯ નોડલ અધિકારીની નિમણૂંક કરી છે.
મેનપાવર મેનેજમેન્ટના નોડલ તરીકે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, ટ્રેનિંગ મેનેજમેન્ટ માટે DPEOશ્રી જયેશકુમાર પટેલ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ-સુરતના I/C શાસનઅધિકારીશ્રી મેહુલ પટેલ, મટીરીયલ મેનેજમેન્ટની દેખરેખ માટે DICના રો મટિરિયલ મેનેજરશ્રી ગોવિંગ ગોહિલ, ટ્રાન્સપોર્ટ મેનેજમનેટની કામગીરી માટે સુરત-પાલ RTO ઑફિસરશ્રી હિરેન પટેલ અને GSRTCના ડિવિઝનલ કન્ટ્રોલરશ્રી પંકજ ગજ્જર, કમ્યુટરાઈઝેશન, સાયબર સિક્યોરીટી અને IT વિભાગ માટે DIOના નેશનલ ઇન્ફોર્મેટીક ઓફિસર નેન્સી પટેલ, સ્વીપની કામગીરી માટે DEO ઓફિસના એજ્યુકેશન ઇન્સ્પેકટરશ્રી નરેન્દ્ર વસાવા અને આસિ. મ્યુનિસિપલ કમિશનરશ્રી અજયકુમાર ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે.
જયારે લો એન્ડ ઓર્ડર-સિક્યોરીટી પ્લાન માટે શહેર પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીર અને સુરત ગ્રામ્યના પોલીસ વડાશ્રી હિતેશ જોયસર, EVM મેનેજમેન્ટ માટે એનાલિસિસ કમિટી વિભાગના જોઇન્ટ કમિશનરશ્રી વિજય પટેલ, MCC માટે ડે.મ્યુ.કમિશનરશ્રી આર.એમ.પટેલ અને DRDAના ડાયરેક્ટરશ્રી એમ.બી.પ્રજાપતિ, ખર્ચ મોનીટરીંગ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલ, પોસ્ટલ બેલેટની દેખરેખ માટે અધિક નિવાસી કલેક્ટરશ્રી વિજય રબારી, મીડિયા, પેઈડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટીની દેખરેખ માટે સુરત માહિતી વિભાગના નાયબ માહિતી નિયામક શ્રી ઉમેશ બાવીસા, કમ્યુનિકેશન પ્લાન માટે BSNLના જનરલ મેનેજરશ્રી ઘનશ્યામ ઇંગલે અને BSNLના ડે.જનરલ મેનેજરશ્રી એસ.કે.મંદિક, ઇલેકટોરલ રોલ્સ માટે એડિશનલ કલેક્ટરશ્રી વી.સી.બાગુલ, કમ્પલેઇન રીડ્રેસલ અને વોટર હેલ્પલાઈનની દેખરેખ માટે RCMના ચીફ ઑફિસરશ્રી કેતન વાનાણી, ઑબ્ઝર્વર માટે માર્ગ અને મકાન વિભાગના ડે.એકઝીકયુટીવ એન્જિ.શ્રી દીપ તમાકુવાલા, દિવ્યાંગ મતદારો માટે SMCના ડે.મ્યુ.કમિ. ડૉ.એ.કે.નાયક અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ, માઈગ્રેટ મતદારો માટે ડે. લેબર કમિશનરશ્રી એમ.સી.કરિયા અને ઇન્ડસ્ટ્રિયલ સેફટી અને હેલ્થના ડે.ડાયરેક્ટરશ્રી કે.એ.રાવત, ચૂંટણી ફરજ સાથે જોડાયેલા અધિકારીઓ માટે ડે.મ્યુ કમિશનરશ્રી એચ.વી.કિનખાબવાલા અને વિકસતી જાતિ વિભાગના ડે. ડાયરેક્ટરશ્રી આર.ડી. બલદાણિયા સહિતના અધિકારીઓની વિભાગીય નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!