મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે રિપબ્લિક ઓફ કોરિયાના કોન્સલ જનરલ શ્રીયુત કીમ યંગ ઓગ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત રિપબ્લિક ઓફ કોરિયાના કોન્સલ જનરલ શ્રીયુત કીમ યંગ ઓગે ગાંધીનગરમાં લીધી હતી.
ગુજરાતમાં નવ જેટલી કોરિયન કંપનીઝ કાર્યરત છે તે સંદર્ભમાં પણ આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર તેમજ ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે અને વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા.
સ્વીડનના મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ શ્રી સ્વેન ઓસ્ટબર્ગની ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત મુંબઈમાં સ્વીડનના કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત સ્વેન ઓસ્ટબર્ગે ગાંધીનગરમાં લીધી હતી.
તેઓની કોન્સ્યુલેટ જનરલ તરીકે ૨૦૨૩માં નિયુક્તિ થઈ છે અને તેમના કાર્યક્ષેત્રમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોનો સમાવેશ થયેલો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાતમાં તેમણે ભારતમાં ૨૮૦થી વધુ સ્વિડીશ કંપનીઝ અને ગુજરાતમાં ૫૦ જેટલી કંપનીઝ કાર્યરત હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર તેમજ ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે વગેરે જોડાયા હતા.





