ITI-સુરત ખાતે ‘એમ્પ્લોયેબિલીટી સ્કીલ ફેસ્ટ’ યોજાયો
ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI)-સુરત ખાતે તાલીમાર્થીઓ માટે એમ્પ્લોયેબિલીટી સ્કીલ ફેસ્ટ યોજાયો હતો, જેમાં ૬૨ તાલીમાર્થીઓએ ભાગ લઈ રોજગારી કૌશલ્યને લગતા જ્ઞાનવર્ધક ૧૦ વર્કિંગ મોડેલ અને ૧૪ ચાર્ટ બનાવી રજુ કર્યા હતા. સુરત જિલ્લાની વિવિધ આઈટીઆઈના કુલ ૧૮૦૦ જેટલા તાલીમાર્થીઓએ આ ફેસ્ટની મુલાકાત લઈ સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય, ઉપાચાર્ય, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર તેમજ એમ્પ્લોયેબિલીટી સ્કીલના સુપરવાઈઝર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.





