કામરેજ તાલુકાની દરેક આંગણવાડીઓમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઇ

SHARE:

કામરેજ તાલુકાની દરેક આંગણવાડીઓમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઇ
કામરેજ તાલુકાની તમામ આંગણવાડીઓમાં શપથ ગ્રહણ સાથે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. તેમજ લાભાર્થીઓને મિલેટ્સ માંથી બનતી વિવિધ વાનગી અને THRના મહ્ત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત ૦ થી ૫ વર્ષના દરેક બાળકોનું નિયમિત વજન તથા ઉંચાઇ કરવા તેમજ રસીકરણ કરાવવા માટે સમજણ આપવામાં આવી હતી.
સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૯થી ૨૩ માર્ચ દરમિયાન થઈ રહેલી પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત પરંપરાગત સ્થાનિક આહાર પદ્ધતિઓનો વધારો, સગર્ભા અને ધાત્રી માતાને આરોગ્ય પોષણ, શિક્ષણ, મિલેટ્સ “શ્રી ધાન્ય” નું રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે સમજ, વાલીઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતતા લાવવી, સ્વછતા,પાણી બચાઓ, પોષણક્ષમ આહાર, એનિમિયા, ૬ માસ બાદ યોગ્ય પૂરક આહાર,શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની સાચી પદ્ધતિ જેવી પોષણને લગતી પ્રવૃતિઓ અંગે લાભાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. તેમજ આઈ.સી.ડી.એસ.ની તમામ યોજનાઓ જેવી કે પોષણસુધા યોજના, દુધ સંજીવની યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો નિયમિત લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!