હજીરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે 300 ગંગાસ્વરૂપા બહેનોને અનાજની કિટસ અર્પણ કરાઇ

SHARE:

હજીરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે 300 ગંગાસ્વરૂપા બહેનોને અનાજની કિટસ અર્પણ કરાઇ
 
ધારાસભ્ય સંદીપભાઈની પ્રેરક ઉપસ્થિતિ
હજીરા સ્થિત AMNS ખાતે રાધે ક્રિષ્ના સેવા ચેરીટેબલ ટ્રસ્ટના બોટ પોઇન્ટ ઓવારો-હરે ક્રિષ્નાના સહયોગ દ્વારા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે હજીરા ગામની 300 ગંગાસ્વરૂપા બહેનોને અનાજની કિટસનું વિતરણ કરાયું હતું.
હરે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગત વર્ષે ગણપતિ વિસર્જનની કામગીરી થકી એકત્ર કરાયેલા ભંડોળમાંથી હજીરા અને આજુબાજુના વિસ્તારની ૩૦૦ બહેનોને રૂ.૪૦૦૦ હજારની એક એવી કુલ રૂ.૧૨ લાખની અનાજ સહિતની કિટસ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગ્રામજનો માટે રૂ.૨૪ લાખનો અંતિમ રથ અર્પણ કરાયો હતો.
આ અવસરે મંત્રીશ્રીએ હરે ક્રિષ્ના ગ્રુપ દ્વારા થતી ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રોત્સાહક વિકાસનીતિને પરિણામે પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા થતા મોટા રોકાણને કારણે હજીરા વિસ્તારમાં થઈ રહયા છે. આ કંપનીઓના સહયોગથી CSR ફંડ મારફતે આજુબાજુના ગામોમાં રોડ રસ્તા, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે.
ધારાસભ્ય સંદીપભાઈએ હજીરામાં થઈ રહેલા ઔદ્યોગિક વિકાસ થકી માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. તેમજ ઔધોગિકરણને કારણે ગ્રામજનો માટે નવી રોજગારીની તકોનું સર્જન થઇ રહયું હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, AMNS કંપનીના ડી.બી.શાહ, રિલાયન્સ, L&T, અદાણી જેવી વિવિધ કંપનીઓના અધિકારીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, હરે ક્રિષ્ના ગ્રૂપના સભ્યો સહિત મોટી સંખ્યામાં હજીરાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!