મહુવા-અનાવલ રોડ અંગે અધિક મેજીસ્ટ્રેટનું ડાયવર્ઝનનું જાહેરનામું:
મહુવા-અનાવલ રોડ પુર્ણા નદી પર આવેલા બ્રીજને રીપેરીંગ કરવાનો હોય તે સમયગાળા દરમિયાન ટ્રાફિક સમસ્યા ઉપસ્થિત ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ રોડ ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર મહુવા-અનાવલ રોડ પુર્ણા નદી પર આવેલા બ્રીજની જગ્યાએ મહુવા-બાયપાસ રોડ, નવા બ્રીજ થઈ મહુવા ટાઉન માર્ગ મારફતે અવર-જવર કરી શકાશે. આ હુકમનો અમલ તા.૧૮/૩/૨૦૨૪ સુધી કરવાનો રહેશે અને તેનો ભંગ કરનાર શીક્ષાને પાત્ર ગણાશે.





