વલવાડા સેજાના સુપરવાઈઝરને બઢતી મળતા ઉમરા બામણિયા ભૂતના મંદિરે વિદાય સમારંભ યોજાયો.

SHARE:

વલવાડા સેજાના સુપરવાઈઝરને બઢતી મળતા ઉમરા બામણિયા ભૂતના મંદિરે વિદાય સમારંભ યોજાયો.
મહુવા તાલુકાની આંગણવાડીના મહુવા ઘટક 2 વલવાડા સેજામાં ફરજ બજાવતા હિરલબહેનનો જેમણે વલવાડા સેજામાં ખુબજ સરહાનીય કામગીરી કરી હતી.સુપરવાઈઝર તરીકે હિરલબહેને આંગણવાડી વર્કરો હેલ્પરોના દિલ જીતી લીધા હતા.જેમને સુપરવાઈઝર માંથી બઢતી મળતા જેઓ સીડીપીઓ તરીકે મહુવા  ઘટક 1માં મુકાયા છે ત્યારે આંગણવાડી ની બહેનો દ્વારા  ઉમરા ગામે બામણીયાભુત મંદિર ખાતે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.જોકે આ વિદાય સમારંભ માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો.એક તરફ સુપરવાઇઝર તરીકે વિદાય આપતા સર્વેની આંખો માં આંસુ છલકાઈ રહ્યા હતા નમ આંખે વિદાય સમારંભ યોજાયો હતો તો બીજી તરફ બઢતી મળતા મહુવા તાલુકામાં જ સીડીપીઓ તરીકેની ફરજ પર મુકવામાં આવતા ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો ત્યારે કોઈપણ અધિકારી હોય જે પોતાની ફરજ પર કર્મચારીઓ સાથે એક પરિવાર જેવું વર્તન હોય ત્યારે એમની વિદાય પણ એટલી જ દુઃખ દાયક બની જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!