નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના વરદ્દહસ્તે સુરત જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન

SHARE:

નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના વરદ્દહસ્તે સુરત જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન
 
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, સરકારની યોજનાકીય સિદ્ધિઓ આવરી લેતી વિકાસ વાટિકાઃ
નાણા, ઉર્જા,પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ તથા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દહસ્તે સુરત જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા પુસ્તિકાનું કલેક્ટર કચેરી ખાતે વિમોચન કરાયું હતું.
આ પુસ્તિકામાં સુરત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, સરકારની યોજનાકીય સિદ્ધિઓ, સુરતની તસ્વીરી ઝલક, વૈવિધ્યસભર વિકાસોની સિદ્ધિઓને ઉજાગર કરવામાં આવી છે. ઉપરાંત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સુરત શહેર અને જિલ્લાને વિકાસના કામોની સોગાદ આપી છે જેની વિસ્તાર પુર્વક માહિતી આપવામાં આવી છે, તેમજ રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલ વિશેની રસપ્રદ વિગતો આવરી લેવામાં આવી છે.
આ વિકાસ વાટિકામાં સુરત મહાનગરપાલિકાના યુસીડી, પંચાયત સિંચાઇ વિભાગ, પ્રાકતિક ખેતી, ફુડ એન્ડ ડ્રગ્સ જેવા વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની રજુ કરવામાં આવી છે. વધુમાં આ પુસ્તિકામાં સુરત જિલ્લાના પશુપાલકો સુદ્રઢ પશુપાલન કરીને ઉતમ આવક,સમૃદ્રિ મેળવી રહ્યા છે તેની વિકાસગાથાઓ, સુરતના પ્રવાસનસ્થળો, રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ફલેગશીપ પ્રોજેકટોની વિગતો પણ આવરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!