સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના હસ્તે સુરત ગ્રામ્ય અને સુરત સીટી ડેપોથી વિવિધ રૂટના બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
સૂરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના હસ્તે સુરત ગ્રામ્ય અને સુરત સીટી ડેપોથી સુરત – ધાનેરા (૧૭.૩૦) સ્લીપર કોચ, સુરત કૃષ્ણનગર (૧૩.૩૦) ગુર્જરનગરી, સુરત શીરપુર (૦૮.૦૦) સુપર એકસપ્રેસ, સુરત દાહોદ (૧૮.૦૦) સુપર એક્સપ્રેસ સર્વિસના રૂટની બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.જેનાથકી મુસાફરોની સુવિધામાં વધારો થશે.
આ પ્રસંગે વિભાગીય સ્ટોર ઓફિસર ગાવિત સર, ડેપો મેનેજરશ્રી સુરત ગ્રામ્ય અને ડેપો મેનેજરશ્રી સુરત સીટી, ડેપોના સુપરવાઈઝર સ્ટાફ સહિત તમામ કામદાર ગણ ઉપસ્થિત રહ્યા હતા.





