૨૭મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે

SHARE:

૨૭મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે

૨૮મીએ સુરત ‘જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાશે

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ માર્ચ મહિનાનો ‘‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’’ ૨૭/૩/૨૦૨૪ એ અને ‘‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’’ તા.૨૮/૩/૨૦૨૪ એ યોજાશે. તા.૨૭મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી માંડવી તાલુકામાં તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓલપાડ તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૪મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત અધિકારીશ્રી, ચોર્યાસીમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ઓલપાડમાં નાયબ કલેક્ટરશ્રી ઓલપાડ પ્રાંત, બારડોલીમાં નાયબ કલેક્ટરશ્રી બારડોલી પ્રાંત, માંડવીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(વિકાસ)-સુરત, મહુવામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેસૂલ), પલસાણામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(પંચાયત), કામરેજમાં નાયબ કલેક્ટરશ્રી કામરેજ પ્રાંત, માંગરોળમાં નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડયુટી વિભાગ-૨,સુરત તેમજ ઉમરપાડામાં નાયબ કલેક્ટરશ્રી માંડવી પ્રાંતના અધિકારીઓ હાજર રહેશે. ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની ‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’ તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ સુરતના નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!