વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૭.૩૫ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાઓ સહિત વિકાસકામોનું ખાતમુહૂર્ત

SHARE:

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૭.૩૫ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાઓ સહિત વિકાસકામોનું ખાતમુહૂર્ત
 
રાજગરી, દામકા, ભટલાઈ, સુવાલી, મોરા, ઈચ્છાપોર, આસરમા, ભેંસાણ, મલગામા, કવાસ ગામોના રોડરસ્તાના કાર્યોનું ખાતમુહૂર્ત: ગ્રામ્ય વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી સુગમ થશે
 
ગુજરાતમાં શહેર સમાંતર વિકાસ કાર્યોથી ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા :વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના વિવિધ ગામોને જોડતા કુલ રૂ.૧૭.૩૫ કરોડના રોડરસ્તાના કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું.
મંત્રીશ્રીએ રાજગરી, દામકા, ભટલાઈ, સુવાલી, મોરા, ઈચ્છાપોર, આસરમા, ભેંસાણ, મલગામા, કવાસ ગામોના રોડરસ્તાના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં પ્રોટેક્શન વોલ, પેવર બ્લોક, હેલ્થ સેન્ટર, લાઈટીંગ, વોક-વે, લેક ડેવલપમેન્ટ અને તળાવ બ્યુટીફિકેશન, CCTV કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, સી.સી.રોડ, ડ્રેનેજ લાઈન, માસ્ટ ટાવર, હાટ બજાર, એન્ટ્રી ગેટ સહિત રૂ. ૪૭૯.૮૭ લાખના ખર્ચે રાજગરી ગામે રેવા ફળીયા અને જલારામ ફળીયાથી બીચ જોઈનિંગરોડ, રૂ.૧૧૦.૩૬ લાખના ખર્ચે રાજગરી જલારામ મંદિર રેવા ફળીયાથી દામકા જોઈનિંગ રોડ, રૂ. ૫૨.૪૧ લાખના ખર્ચે રાજગરીથી ભટલાઈ રોડ, રૂ. ૪૨૧.૮૯ લાખના ખર્ચે ફોર લેનીંગ ફ્રોમ મોરા સુવાલીથી રાજગરી ગામે છબછબાછબ રોડ, રૂ.૩૮૨.૭૬ લાખના ખર્ચે ઈચ્છાપોર રેલ્વે બ્રીજ નીચેથી થઈ ઈચ્છાપોર દામકાને જોડતા રોડ, રૂ.૧૬૦.૮૫ લાખના ખર્ચે આસરમાથી ઈચ્છાપોર જુની ખાડીનો રોડ, રૂ. ૯૦.૫૯ લાખના ખર્ચે ભેસાણ મલગામા રોડ, હજીરા બાયપાસ રોડથી જયંતિભાઈ ગોપાલભાઈના ઘર સુધીના રોડનું ડામર, રિસર્ફેસિંગ, વાઈડનીંગના કામનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે વનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યાં પણ નજર કરીએ, ત્યાં વિકાસ કાર્યો નજરે ચડશે. ગુજરાતમાં શહેર સમાંતર વિકાસ કાર્યોથી ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા છે એમ જણાવી વધુમાં મંત્રીશ્રીએ હજીરાના દરિયાકાંઠા વિસ્તારના ૧૫ ગામોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વધુ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે એમ જણાવી ઉમેર્યું કે, હજીરા પાસે સુંવાલી બીચના વિકાસથી સુરત ટુરિઝમ ક્ષેત્રે અગ્રેસર થવાની સાથે રોજગારીની નવી તકો ઉભરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી દેશમાં સગર્ભા માતા, ગર્ભસ્થ શિશુથી લઈ જીવનના અંત સમય સુધી વ્યક્તિને સહાયરૂપ થઈ શકે એવી અનેક યોજનાઓ અમલી બની હોવાનું જણાવ્યું હતું.
ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હજીરા વિસ્તારમાં છેલ્લા ૧૪ મહિનામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી છે. આ સાથે પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. સુંવાલી બીચના વિકાસ માટે રૂ.૫૦ કરોડથી વધુની ગ્રાન્ટ મળશે. ONGC બ્રિજથી હજીરા સુધીના રોડ ઉપર લાઈટીંગની સુવિધા ઉભી કરાશે. PM આવાસ યોજના અંતર્ગત ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ ૧૧૦૦ મકાનો બની રહ્યા છે. આ સાથે જુના ગામ, સુંવાલી અને રાજગરી ગામનાં લોકો માટે રૂ.૪.૩૭ કરોડના ખર્ચે પીવાના પાણીની કામગીરી ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, સરપંચ ધનસુખભાઈ પટેલ, ડે. સરપંચ, તલાટી નિકિતાબેન, અગ્રણીઓ કિશનભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, આરતીબેન ઠાકોર, લતાબેન પટેલ, તા.પંચાયત સભ્યો, નાયબ કાર્યપાલક ઈજનેર અમિતા પટેલ, વિવિધ વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સંગઠન હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!