શ્રી ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ અને વિદાય સમારંભ યોજાયો.

SHARE:

શ્રી ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ અને વિદાય સમારંભ યોજાયો.

મહુવા તાલુકાના વલવાડા ખાતે આવેલ શ્રી ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ તથા વિદાય સમારોહ યોજાયો હતો તેમજ શાળાના શૈક્ષણિક વર્ષ 2022-23 ના તેજસ્વી તારલાઓને પ્રેરણા અને પ્રોત્સાહન ઇનામ વિતરણ ના કાર્યક્રમમાં મુકેશભાઈ એન પટેલ ડિરેક્ટર બારડોલી સુગર ફેકટરી દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમારંભના પ્રમુખ નગીનભાઈ બી.પટેલ બગુમરા(યુ.એસ.એ) જણાવ્યું હતું કે શિક્ષણ ને ખાતર સમજીને ઉપયોગ કરશો તો ફળદાયી નીવડશે શિક્ષકો દિલથી કામ કરશે તો પૂર્ણ કરવાની ઉત્તમ તક છે.શિક્ષણ નમર્તા પાયો છે.સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશ પટેલે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવતા તાલુકા જિલ્લા કક્ષાએ રુચિ મુજબના ક્ષેત્રમાં આગળ વધી નામ રોશન કરવા જણાવ્યું હતું તેમજ પરિક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.સંસ્થાના પ્રમુખ સતિષભાઈ એન પટેલ આદીવાસી વિસ્તારના બાળકો માટે હંમેશા ચિંતિત રહી સંસ્થાને આગળ વધારવા તેમજ આધુનિક બનાવવાની નેમ સાથે શાળા નો ચિતાર રજૂ કર્યો હતો.આ પ્રસંગે મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન ઉપપ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી, પૂર્વ તાલુકા પ્રમુખ હિતેશભાઈ, મહુવા પી.કો.ઓ.ક્રેડિટ સોસાયટી ના ઉપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ સંસ્થાના કારોબારી સભ્યો તેમજ વિધાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે આભાર વિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ પ્રજાપતિ એ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!