મહિલા અને બાળ વિકાસ વિભાગ-સુરત દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ ગામે કિશોરી મેળો યોજાયો

SHARE:

મહિલા અને બાળ વિકાસ વિભાગ-સુરત દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ ગામે કિશોરી મેળો યોજાયો
મહિલા અને બાળ વિકાસ વિભાગ-સુરત દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ ગામે કિશોરી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં ૧૫થી ૧૮ વર્ષની કિશોરીઓને આરોગ્ય અને પોષણ અંગે સમજ આપી યોગ્ય આહાર લેવાથી થતા ફાયદાઓ વિષે જાણકારી આપવામાં આવી હતી. શારીરિક સ્વસ્થતાની સાથે તેઓને સેલ્ફ ડિફેન્સ એટલે કે જાત સુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સ તેમજ મોટીવેશનલ સ્પીકર મહેશ રાઠોડ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતું. જ્યાં પ્રત્યક્ષ નિદર્શન દ્વારા સેલ્ફ ડિફેન્સની મૂળભૂત અને સરળ ટેકનિકો સમજાવી મુસીબતના સમયે શારીરિક મજબૂતાઈની સાથે માનસિક સ્વસ્થતાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ મહેંદી, વાનગી અને HB ક્વીન જેવી સ્પર્ધાઓના પ્રથમ 3 વિજેતા કિશોરીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે સીડીપીઓ માધુરી ગુપ્તા, વાંકલ PHC ના મેડિકલ ઓફિસર હરેશ રાદડીયા, મુખ્ય સેવિકા બહેનો, મહિલા બાળ વિકાસ વિભાગના દિવ્યેશભાઈ, અને આર.બી.એસ.કે. MO ઉમંગ ભાઈ સહિત આરોગ્ય વિભાગની ટીમ અને સાથે મોટી સંખ્યામાં કિશોરીઓ હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!