સરકારી શિક્ષણ મહાવિદ્યાલયમાં કાછલ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની કાર્યશિબિર કાર્યક્રમ યોજાયો

SHARE:

સરકારી શિક્ષણ મહાવિદ્યાલયમાં કાછલ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની કાર્યશિબિર યોજાયો 
સરકારી શિક્ષણ મહાવિદ્યાલય, કાછલના આઈ.કયુ.એસ.સી. અને એસ.ક્યુ એસ.સી. સેલ દ્વારા તારીખ ૨૦-૦૨-૨૦૨૪ ના રોજ શૈક્ષણિક સંશોધન માટેની રાજ્ય કક્ષાની એક દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. ઉચ્ચ શિક્ષણ કમિશ્નર, ગાંધીનગરની કચેરી અને સંસ્થાના આચાર્ય ડો હેતલ ટંડેલની પ્રેરણા- માર્ગદર્શન અન્વયે આ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (૨૦૨૦) અને શાળા શિક્ષણ માટેના રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાં (૨૦૨૩)ની ભલામણો સંદર્ભે આગામી સમયમાં કેવા પ્રકારના શૈક્ષણિક સંશોધન કરી શકાય તે વિષયે રાજ્યભરમાંથી કુલ ૧૨૫ જેટલા પ્રતિભાગીઓ દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવેલ હતો.
કાર્યશિબિરના ઉદ્ઘાટન સત્રના મુખ્ય અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરતના શિક્ષણ વિભાગના અધ્યક્ષ (પ્રો) ડો. રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વાંસદા બી.એડ.કોલેજના આચાર્ય ડો. દિલીપ ગામિત અને સ્નાતક અધ્યાપન મંદિર વેડછીના આચાર્યશ્રી ડો. અંજના ચૌધરીની અતિથિ વિશેષ તરીકે પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ઉદ્ઘાટન સત્રના આરંભમાં સંસ્થાના આચાર્ય ડો હેતલ ટંડેલ દ્વારા મહેમાનશ્રીઓને આવકારવામાં આવ્યા હતા. અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડો. રાજેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણમાં અને ખાસ કરીને શિક્ષણ પ્રશિક્ષણ અને શાળા શિક્ષણમાં સંશોધનના ક્ષેત્રમાં ભારતીય દૃષ્ટિકોણને વધુ પ્રાધાન્ય આપવાની આપીલ કરવામાં આવી હતી. ભારતની સમૃદ્ધ જ્ઞાનપરંપરાને વૈજ્ઞાનિક રીતે જગત સમક્ષ મૂકી તેનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવાની બાબત પર તેમને ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વાંસદા બી.એડ.કોલેજના આચાર્ય ડો. દિલીપ ગામિત અને સ્નાતક અધ્યાપન મંદિર વેડછીના આચાર્યશ્રી ડો. અંજના ચૌધરી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.
કાર્ય શિબિરના પ્રથમ સત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરતના શિક્ષણ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. પ્રીતિ ચૌધરી, રિસોર્સ પર્સન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (૨૦૨૦)ની ભલામણોની વિગતે ચર્ચા કરવામાં આવેલ હતી જ્યારે બપોર બાદના સત્રમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદના વ્યાખ્યાતા શ્રી વિરાગ ગરાલા, રિસોર્સ પર્સન દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાં (૨૦૨૩)ની ભલામણો સંદર્ભે આગામી સમયમાં કેવા પ્રકારના શૈક્ષણિક સંશોધન તેની વિગતે છણાવટ કરવામાં આવેલ હતી. બદલાતા પ્રવાહમાં ભાષા શિક્ષણમાં કરવા યોગ્ય સંશોધન પર માર્ગદર્શન સંસ્થાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રોહિત વાળંદ દ્વારા પૂરું પાડવામાં આવેલ હતું. કાર્યશિબિરના અંતિમ સત્રમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરતના પ્રાચાર્ય ડો. યોગેશ પટેલ દ્વારા કાર્યશિબિરના આયોજન બદલ સંસ્થાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યશિબિરમાં રાજ્યની વિવિધ યુનિવર્સીટીના શિક્ષણ વિભાગના એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વ્યાખ્યાતાઓ ,મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , બી.આર.સી. કોર્ડીનેટર મહુવા ,શાળાના શિક્ષકો, સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , મહુવા તાલુકાની માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!