સરકારી શિક્ષણ મહાવિદ્યાલય- કાછલ ખાતે માતૃભાષા મહોત્સવ -૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી

SHARE:

સરકારી શિક્ષણ મહાવિદ્યાલય- કાછલ ખાતે માતૃભાષા મહોત્સવ -૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી

તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ કોલજ ખાતે માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વરિષ્ઠ વ્યાકરણશાસ્ત્રી ઉમાકાન્તભાઈ રાજ્યગુરુ, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહ અને કવિ રાજીવ ભટ્ટ – દક્ષરાજ ઉપસ્થિત રહયા હતા. શિક્ષણ મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડો. હેતલ ટંડેલે આવકાર ઉદબોધન કરેલ.જ્યારે હર્ષદ શાહ દ્વારા માતૃભાષા જાગૃતિ અંગે પ્રેરક ઉદબોધન આપેલ.કવિ દક્ષરાજે પોતાની સર્જનકલાના પ્રસંગો પ્રશિક્ષણાર્થી સમક્ષ વાગોળ્યા હતા. કાર્યક્રમમાં પ્રાધ્યાક અશ્વિન અવૈયા સંપાદિત ‘ગુજરાતી શબ્દવૈભવ શ્રેણી’ પુસ્તકનું ઉપસ્થિત ભાષાશાસ્ત્રીઓના હસ્તે વિમોચન કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રશિક્ષણાર્થી ખ્યાતિબેન અને માર્થીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.વકતા પરિચય ડો.નીરજ રાજ્યગુરુ દ્વારા આપવામાં આવ્યો હતો અને આભારવિધિ ડો. જીજ્ઞેશ રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ મહાવિદ્યાલયના પ્રાધ્યાપક અને કાર્યક્રમના સંયોજકશ્રી અશ્વિન અવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે સૌ અલ્પાહાર લઈ છૂટા પડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!