ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ૨૨ માર્ચ સુધી ઓનલાઈન અરજી કરવી
લઘુત્તમ ધો.૮ પાસ ઉમેદવાર યુવક અરજી કરી શકે છે
ભારતીય ભૂમિદળ(ઈન્ડિયન આર્મી)માં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે તા.૧૩/૦૨/૨૦૨૪ થી તા.૨૨/૦૪/૨૦૨૪ સુધી www.cdnindianarmy.nic.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી માટે ઓછામાં ઓછું ધો. ૮ પાસ તેમજ તા.૦૧/૧૦/૨૦૦૩ થી તા.૦૧/૦૪/૨૦૦૭ ની વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારો અરજી કરી કશે.
પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં અંગત વિગતો, પત્રવ્યવહારની વિગતો, રહેઠાણનું સરનામું, ઈ-મેઈલ આઈ.ડી, મોબાઈલ નં., જાતિનો દાખલો, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને એન.સી.સી સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે વિગતો દર્શાવવી. રૂ.૨૫૦/- પરીક્ષા ફી ભરવાની રહેશે. વધુ માર્ગદર્શન હેતુસર મ.રોજગાર નિયામક કચેરી, સી-૫, બહુમાળી ભવન, નાનપુરા ખાતેથી રૂબરૂમાં માહિતી મેળવી શકાશે તેમ મદદનીશ નિયામક(રોજગાર)- સુરતની યાદીમાં જણાવાયું છે.





