વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ઉમરપાડા તાલુકાના હલદરી ગામના ગ્રામવાસીઓ

SHARE:

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ઉમરપાડા તાલુકાના હલદરી ગામના ગ્રામવાસીઓ
 
કેન્દ્ર અને રાજ્ય સરકારની GV વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના હલદરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જ્યાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામવાસીઓને સરકારની કળાયાંકારી યોજનાઓ વિષે જણાવવામાં આવ્યુ અને મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના , આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતાં.
આ પ્રસંગે ATDO હેમુભાઈ, તા.પં.અધિકારી કેતનભાઈ ચૌધરી, પાણી પુરવઠા અધિકારી કેતનભાઈ ચૌધરી, મુખ્ય સેવિકા પ્રિયંકા બેન, શાળાના શિક્ષક, અન્ય આંગણવાડી કાર્યકર બહેનો,આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!